Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, September 12, 2020

Speaking / બોલવું

બોલવું એ ચાંદી છે,
મૌન રહેવું સોનું છે, 
પરંતુ
યોગ્ય સમયે બોલવું હીરા-મોતી છે.

Speaking is silver,
Silence is gold, 
but
Speaking at the right time is a diamond-pearl.

Sunday, August 2, 2020

ઇજ્જત /respect

જે માણસ બીજાની ઇજ્જત ના કરી શકતો હોય,
તેની ઇજ્જતમાં ક્યારેય પણ વધારો થતો નથી.

The man who can't respect others,
 His respect never increases.

Thursday, July 23, 2020

સૌથી મોટો બેવકૂફ / The biggest idiot


જે માણસ પોતાના એબોને લોકોની સામે ખુશીના સાથે બયાન કરતો ફરતો હોય તે માણસ સૌથી મોટો બેવકૂફ છે.

The man who goes around telling people about his future evils with joy is the biggest idiot.

Tuesday, July 14, 2020

success/ સફળતા

Those who have more wealth are not more successful ...

  But the one who has more respect, status, reputation is successful ...

જેની પાસે વધારે માલ- દોલત હોય તે વધારે સફળ નથી...

 પરંતુ જેનો માન, મરતબો, ઇજ્જત વધારે હોય તે સફળ છે...

Sunday, July 12, 2020

પરિવારનો સાથ / Accompanied by family

A person who is accompanied by his family can easily cross the Himalayas, and a person who is not accompanied by his family cannot move even one step outside the house ...

જે ઇન્સાનને પોતાના પરિવારનો સાથ મળે ને સાહેબ તે ઇન્સાન હિમાલય પણ આસાનીથી પાર કરી શકે, અને જેને પરિવારનો સાથ ના મળે તે ઘરની બહાર એક કદમ પણ આગળ ન વધી શકે...

Sunday, June 28, 2020

સીધા અને સાદા વ્યક્તિ સાથે છળ / Dodge with a straight and simple person

સીધા અને સાદા વ્યક્તિ સાથે કરેલું છળકપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે, ભલે પછી તમે કેટલા પણ મોટા શતરંજના ખેલાડી કેમ ન હોય!!!

Dodge with a straight and simple person opens up all avenues of your ruin, no matter how big a chess player you are !!!

Saturday, June 27, 2020

હકીકી મિત્ર / A real friend

આપણા મિત્રોના કારણે આપણી ઇજ્જતમાં વધારો થાય તો તે મિત્ર હકીકતમાં આપણો મિત્ર છે, અને જે મિત્રોના કારણે આપણે બેઇજ્જતીનો સામનો કરવો પડે તો તે હકીકતમાં આપણા મિત્રના રૂપમાં આપણો દુશ્મન છે.

If our esteem increases because of our friends, then that friend is in fact our friend, and the friends who cause us to face disgrace are in fact our enemy in the form of our friend.

Thursday, June 4, 2020

complete success

નિષ્ફળતાનો મતલબ તે નથી કે તમે જિંદગીમાં કશું જ ન કરી શકો. નિષ્ફળતાના કારણો શોધી તેને દૂર કરવાના પ્રયત્નો કરી સંપૂર્ણપણે સફળ થવાની રીત છે.

Failure does not mean that you can do nothing in life.  Finding the cause of failure and trying to overcome it is the way to be completely successful.

Sunday, May 31, 2020

વાદવિવાદ

જ્યાં બુધ્ધિશાળી, હોંશિયાર અને વિદ્વાન માણસો હોય છે ત્યાં વાર્તાલાપ થાય છે,
અને જ્યાં મૂર્ખ લોકો હોય છે ત્યાં વાદવિવાદ થાય છે...

Conversations take place where there are intelligent, clever and learned men,
And where there are stupid people there is debate ...

Tuesday, April 28, 2020

બાળકોને મોટા બનાવો


પોતાના બાળકોને વિદ્વાન, સમજદાર, હોંશિયાર, સુખી તેમજ બુધ્ધિશાળી બનાવવા માંગતા હોય તો તમારા બાળકોને અમુક ઉંમરે સંપૂર્ણ જવાબદારી આપતા શીખો..

थकान

इंसान शारीरिक थकान से जितना परेशान नहीं होता इनसे कई ज्यादा रूहानी थकान से परेशान होता है।

Saturday, April 18, 2020

મોહબ્બત/love

જે માણસ ખોટી મોહબ્બતથી ટેવાઈ ગયેલ હોય તેની સામે સાચી મોહબ્બતને જાહેર કરવાથી તેને જુઠ્ઠી જ લાગશે.

Revealing true love to a person who is accustomed to false love, will make him feel wrong.

Tuesday, April 14, 2020

સ્ત્રી / woman

જે સ્ત્રી ઘરના બધા કામ વ્યવસ્થિત રીતે સંભાળી શકે છે, તે દુનિયાના બધા કામ વ્યવસ્થિત રીતે કરી શકે છે...
A woman who can handle all the household chores in a systematic way can do all the chores in the world ...

Tuesday, March 24, 2020

Allah is the only protector

જે રબે (અલ્લાહે) હઝરત નૂહ (અ.) અને તેમની કોમને પાણીથી તેમજ હઝરત મૂસા (અ.)ને પાણીથી અને હઝરત ઇબ્રાહિમ (અ.)ને આગથી બચાવી લીધા, તો શું તે રબ આપણને કોઈપણ મોટી મુસીબતથી ન બચાવી શકે?

બેશક, બચાવી શકે છે... શરત માત્ર એટલી કે આપણું ઈમાન અલ્લાહ પર સંપૂર્ણ હોવું જોઈએ, અમલની સાથે...

If the Lord (Allah) saved Hazrat Noah (a.s.) and his community from the water and Hazrat Moses (a.s.) from the water and Hazrat Ibrahim (a.s.) from the fire, could he not save us from any great calamity?

 Of course, it can save ... condition only that our faith in Allah should be complete, with execution ...

Friday, January 17, 2020

શબ્દ "કુલ" મૂળ અરબી

શું તમે જાણો છો?
..............
ગુજરાતી શબ્દ "કુલ"
..............
અરબી શબ્દ "كل" (કુલ્લ) પરથી આવેલ છે.
...............

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.