Email subscription

Enter your email address:

Delivered by FeedBurner

Sunday, June 16, 2024

ન્યાય / ઇન્સાફ

જ્યાં ઇન્સાફ કાયમ થાય છે ત્યાં વ્યવસ્થા પણ જળવાઈ રહે છે અને અખ્લાક પણ.

Wednesday, June 5, 2024

આપણી નાનકડી ભૂલનું પરિણામ

જીવનમાં અમુકવાર આપણી એક નાનકડી ભૂલના કારણે સામેવાળાનું ઘણું બધું આયોજન હલી જતું હોય છે અથવા નુકસાન થતું હોય છે.આપણે આપણું આત્મ નિરીક્ષણ હંમેશાં કરતા રહેવું જોઇએ. ક્યાંક આપણાથી થતી નાની નાની ભૂલોના કારણે સામેવાળી વ્યક્તિનું મોટું નુકસાન તો નથી થઈ રહ્યું ને?

Sunday, June 2, 2024

પુરૂષની તાકાત : પરિવાર

પુરૂષ દુનિયાની કોઇપણ જાતની મુશ્કેલી કે મુસીબત આવે તેનો સામનો કરવાની તાકાત ધરાવતો હોય છે. પરંતુ જ્યારે ઘરના પરિવાર તરફથી નાનામાં નાની મુસીબત કે મુશ્કેલી આવે તો પુરૂષ તૂટી જતો હોય છે. તેનામાં ઘરની મુસીબતનો સામનો કરવાની તાકાત રહેતી નથી. જ્યારે ઘરમાં કે પરિવારમાં રહેલી સ્ત્રીઓ પુરૂષોને સાચવશે તો દુનિયાની તમામ મુસીબત કે મુશ્કેલીઓમાં એ પુરૂષ પરિવારને આસાનીથી બચાવી શકશે. અને જો પરિવારનો સાથ પુરૂષને ના મળે તો તે પુરૂષ ઘરમાં કે દુનિયામાં કશું જ કરી શકતો નથી. તે તેની તમામ પ્રકારની વિચારવાની શક્તિ, શારીરિક શક્તિ, અક્લની શક્તિ ખોઈ બેસશે. જે આખા પરિવાર માટે નુકસાનકારક બની જશે.

Saturday, June 1, 2024

ન્યાય અને એકતા

ન્યાય અને એકતા એકબીજાની સાથે સંકળાયેલ છે.
જ્યાં ન્યાય હશે ત્યાં એકતા હશે, અને જ્યાં એકતા હશે ત્યાં ન્યાય હશે.

લીડરની તાકાત

કોઈપણ લીડર તેમના લોકોને કાતો તરક્કીના પંથ પર લઈ જાય છે કાતો ગુમરાહ કરે છે.